મોરબીના માજી ધારાસભ્યએ મહંત ભાવેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા
મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા
SHARE









મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા
વાંકાનેરનાં મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનો અભિવાદ સમારોહ વાંકાનેર ખાતે યોજાયો હતો ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવ્યા હતા જો કે, ત્યાં આવતા પહેલા વાંકાનેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કર્યા હતા અને બાદમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મૂકેશભાઈ કુંડારિયા, કિરીટભાઈ પટેલ, હરેશભાઈ બોપલીયા અને વિનોદભાઇ ભાડજા તેમજ માજી પ્રમુખ મૂકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઇ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા તથા ભરતભાઈ વરમોરા તેમજ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલ સહિતનાં ઉદ્યોગપતિઓ હજાર રહ્યા હતા આ તકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કૂંડારિયા, રામભાઈ મોકરિયા અને વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના મહત્વના મુદાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી
