માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં લોકોને હરવા ફરવા માટેનું એક માત્ર સ્થળ ઝુલતો પુલ બંધ


SHARE

















ભારે કરી: મોરબીમાં લોકોને હરવા ફરવા માટેનું એક માત્ર સ્થળ ઝુલતો પુલ બંધ

મોરબી શહેરની વિશ્વ કક્ષાએ નામના છે પરંતુ આ શહેરમાં હરવા ફરવા માટે આંગળીના ટેરવે જ ગણી શકાય તેટલા સ્થળો આવેલા છે જેમાં ઝૂલતો પુલનો આજની તરીકે પણ સમવેશ થાય છે જો કે, મોરબીમાં  જોવા લાયક એક માત્ર નજરાણું સમાન ઝૂલતો પુલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને તેનું રીનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી દરમ્યાન હાલમાં જે કંપનીને આ પુલની જવાબદારી સોપવામાં આવી છે તેના દ્વારા મોરબીનો ઝૂલતો પુલ સહેલાણી માટે જીવલેણ સાબિત ન થાય તે માટે ઐતિહાસિક પુલનું રીનોવેશન કામ શરૂ કરવાનું છે જેથી કરીને હાલમાં તેને બંધ કરી દેવામાં આવેલ છે

વર્ષો પહેલા મોરબીના ઓરેવા ટ્રસ્ટને મોરબીના ઝુલતા પુલની સંપૂર્ણ જવાબદારી તેના નિભાવ સાથે સોપી દેવામાં આવી છે અને આ પુલ ઉપરથી જે લોકો પસાર થાય તેની પાસેથી જે ટિકિટ લેવામાં આવે છે તે રકમ આ ટ્રસ્ટને મળે છે જો કે, ઝૂલતો પુલ છેલ્લા ઘણા સમયથી જોખમી બની ગયો હતો અને તેને રીપેર કરવામાં આવી રહ્યો ન હતો દરમ્યાન ફરી પછી ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે અને હેરીટેજમાં લેવા સમાન મોરબીનો ઝૂલતો પુલ જોખમી હોવાથી તેને રીપેર કરવા માટે પુલને હાલમાં બંધ કરવામાં આવેલ છે

આજની તારીખે મોરબીમાં બહારથી ફેમીલી આવે તો તેને મોરબીમાં એક માત્ર ઝુલતા પુલ જોવા માટે તેમજ ફરવા માટે લઈ જવા પડે છે તે સિવાય છેલ્લા વર્ષોમાં વિકાસના નામે કરોડોનું આંધણ કરી નાખવામાં આવ્યું છે જો કે, આજની તારીખે લોકો પરિવાર સાથે ફરવા માટે જય શકે તેવું  એક સ્થળ ડેવલોપ કરવામાં આવ્યું નથી તે હકકિત છે આ પુલ ઘણા સમયથી જોખમી હતો અને નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી તેનું રિનોવેશન કરવા માટેની માંગણી ઉઠી રહી હતી ત્યારે હાલમાં જે ઓરેવા ટ્રસ્ટને પુલની જવાબદારી સોપવામાં આવી છે તેના દ્વારા આગામી દિવસોમાં આ પુલનું ધરમૂળથી રિનોવેશન કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે

અત્રે ઉલેખનીય છે કે, વિશ્વ કક્ષાએ નામના ઘરાવતા મોરબી શહેરમાં મણીમંદિરને બાદ કરતા જોવા લાયક જો બીજું કોઈ સ્થળ હોય તો તે માત્રને માત્ર ઝૂલતો પુલ છે જેથી બહાર ગામથી આવતા પ્રવાસીઓ તેમજ ખરીદી કરવા માટે આવતા વેપારીઓ આ ઝુલતા પુલની મુલાકાત લેતા હોય છે અને ખાસ કરીને વેકેશનનો સમય હોય ત્યારે દૈનિક સરેરાશ ૪૦૦થી વધુ લોકો આ પુલ પરથી અવાર જવર કરતા હોય છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ઝુલતા પુલનું રીપેરીંગ કામ કરવા માટે હાલમાં પુલ બંધ કરવામાં આવેલ છે ત્યારે આગામી વેકેશન પહેલા વહેલી તકે પુલને રીપેર કરીને મોરબીની ધરોહર સમાન આ ઝૂલતો પુલ ફરી નગરજનો અને સહેલાણી માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકોની લાગણી છે




Latest News