ભારે કરી: મોરબીમાં લોકોને હરવા ફરવા માટેનું એક માત્ર સ્થળ ઝુલતો પુલ બંધ
મોરબીમાં જન ઔષધિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીમાં જન ઔષધિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન ઔષધિ પરિયોજનાની અમલવારી કરાવી છે ત્યારે મોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા "સ્વસ્થ જીવન સાથે પૈસાની થઈ રહી છે બચત" તેવા શુભ સંદેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ નાના માણસોને આ જન ઔષધિ કેન્દ્રો દ્વારા લાભ મળે તે માટે જન ઔષધિ કેન્દ્રો ઉપર એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને તેઓએ લોકોએ જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કરેલ હતો.
