મોરબીમાં પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં દબાણ કરનાર બે મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
વાંકાનેરમાં યુવાને અગાઉ ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા બે શખ્સોએ માર માર્યો
SHARE









વાંકાનેરમાં યુવાને અગાઉ ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા બે શખ્સોએ માર માર્યો
વાંકાનેરના જીનપરા વિસ્તારની અંદર રહેતા યુવાને અગાઉ ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા તે સારું નહિ લાગતાં બે શખ્સો દ્વારા તેને લોખંડના પાઇપ વડે તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં શેરી નંબર-૧૨ માં રહેતા વિશાલભાઈ વિનોદભાઈ અઘારા જાતે કોળી (ઉંમર ૨૩)એ હાલમાં દિપક ઉર્ફે બટેક દેવશીભાઇ કોળી અને સાગર સલાભાઇ કોળી રહે.બન્ને જીનપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે રામજી મંદિર પાસે હતો ત્યારે તેણે દીપકભાઈને અગાઉ ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા પાછા માગતા તેને સારું લાગ્યું ન હતું જેથી કરીને દીપકભાઈએ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ માથામાં પાઈપનો ઘા ઝીકયો હતો તેમજ તેની સાથે રહેલા સાગરભાઇ કોળીએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી જેથી માથામાં ઈજા થતા તેને સારવાર માટે લાવ્યા હતા અને વિશાલભાઈ આધારને માથામાં ત્રણ ટકા આવ્યા હતા હાલમાં ભોગ બનેલા વિશાલભાઈ અઘારાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દિપક કોળી અને સાગર કોળીની સામે ગુનો નોંધી બન્ને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
