મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીમાં કચરો નાંખવા મુદ્દે વૃદ્ધને માર મરનારા બે શખ્સની પોલીસે કરી ધરપકડ


SHARE







મોરબીમાં કચરો નાંખવા મુદ્દે વૃદ્ધને માર મરનારા બે શખ્સની પોલીસે કરી ધરપકડ

મોરબીના ૨૫ વારિયા વિસ્તારની અંદર રહેતા ભાડુઆતે કચરો નાખવા બાબતે પાડોશી દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી માટે મકાનમાલિક તેને સમજાવવા ગયા હતા ત્યારે તેની સાથે પણ મારામારી કરવામાં આવતા મકાનમાલિક મહિલાના વૃધ્ધ પિતા તેઓને છૂટા પાડવા માટે અને સમજાવવા માટે ગયા હતા ત્યારે તેને ઉશ્કેરાયેલ મહિલાના પતિ અને તેના મિત્રએ માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ૨૫ વારિયામાં રહેતા અસ્લમશા કાસમશા શાહમદાર (૭૫) એ જેતે સમયે કાશ્મીરાબેનના પતિ અને ઈલિયાસભાઈ રહે.બંને મૂળ અમદાવાદ હાલ રહે.૨૫ વારિયા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓની દીકરીના ઘરમાં ભાડે રહેતા ભાડુઆત મહિલાએ કચરો નાખ્યો હતો જે બાબતે કાશ્મીરાબેને તેની સાથે બોલાચાલી કરી હતી જેથી કરીને અસ્લમશાની દીકરી કાશ્મીરાબેનને સમજાવવા માટે ગયા હતા ત્યારે કાશ્મીરાબેને તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી અસ્લમશા શાહમદાર ત્યાં તેઓને છોડાવવા માટે ગયા હતા અને તે દરમ્યાન કાશ્મીરનાં પતિ અને તેના મિત્ર ઈલિયાસભાઈએ તેમની સાથે માથાકૂટ કરીને બોલાચાલી કરી હતી અને વૃદ્ધને દાઢી અને માથાના વાળ પકડી માર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે એક ઘા શરીર ઉપર ઝીકયો હતો જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર લઈ જઇને બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ઇમ્તિયાઝ આમદભાઈ કુરેશી (૨૭) રહે.૨૫ વરિયા કેનાલ રોડ મોરબી અને ઇલિયાસ આમદભાઈ સોઢા (૩૪) રહે.નસીતપર(ટંકારા) વાળાની ધરપકડ કરેલ છે.

પત્નીએ માર મારતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા મોહનભાઈ કેશવભાઈ કાંજીયા નામના ૪૫ વર્ષીય યુવાનને મારમારીમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં બી ડીવીજનના બીટ જમાદાર વશરામભાઇ મેતાએ તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે પોતે કંઈ કામ ધંધો કરતો ન હોય અને ઘરે જઈને ખાવાનું માગતાં કંઈ કામ ધંધો કરતા નથી ખાવાનું કયાંથી બનાવુ તેમ કહીને પત્નીએ બોલાચાલી કરી હતી અને તે દરમ્યાન પત્નીએ સામાન્ય ઢીકાપાટુનો માર મારતા મોહનભાઇને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના સોખડા ગામે ઝેરી સાપ કરડી જતા સુનીતાબેન સમસુભાઈ મોહનીયા નામની ૧૬ વર્ષીય યુવતીને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી.






Latest News