મોરબીના જુના બસસ્ટેશન પાસે કારમાંથી પંદરેક લાખની ચોરી, રાજકોટ પોલીસે આરોપીઓને દબોચ્યા
મોરબી જીલ્લાના આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સંતોષવા માટે મહિલા દિને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
SHARE
મોરબી જીલ્લાના આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સંતોષવા માટે મહિલા દિને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતના આશા ફેસિલિએટરો અને આશા વર્કર બહેનો વર્ષોથી પગાર વધારો સહિતની માંગણીઓ કરી રહ્યા છે તો પણ તે સંતોષવામાં આવી નથી ત્યારે વાંકાનેરમાં આશા વર્કર બહેનો દ્વારા મહિલા દિને રેલી યોજવામાં આવી હતી અને મોરબી જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લામાં આશા ફેસિલિએટરો અને આશા વર્કર બહેનો વતી તેઓની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ સાથે તાલુકા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્રના પ્રમુખ રંજનાબેન સંઘાણીએ જણાવ્યુ હતું કે, આશા ફેસિલિએટરો અને આશા વર્કર બહેનો માનદ વેતનમાં કામ કરી રહી છે અને વર્ષોથી પગાર વધારા સહિતના પ્રશ્નો પડતર છે ત્યારે વર્ષો જૂની માંગણીઓને તાત્કાલિક સંતોષવામાં આવે તેવી માંગ સાથે વાંકાનેરમાં રેલી યોજીને તાલુકા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે