મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીમાં આઇએમએ દ્વારા હેલ્ધી અને બેલેન્સ લાઈફ ફોર વુમન ઍમપાવર્મેન્ટ સેમિનાર યોજાયો 


SHARE







મોરબીમાં આઇએમએ દ્વારા હેલ્ધી અને બેલેન્સ લાઈફ ફોર વુમન ઍમપાવર્મેન્ટ સેમિનાર યોજાયો 

મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા રવપર રોડ ઉપર આવેલ આઈ.એમ.એ. હોલ ખાતે સમગ્ર મોરબીની હોસ્પીટલના ડોક્ટર્સ અને ફેમિલી માટે સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સેમિનારમા સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશભાઈ સનારીયામાર્ગદર્શન આપ્યું હતું અને સમાજના વિવિધ ક્ષેત્રે મહીલાઓએ પ્રાપ્ત કરેલી સફળતાઓ તેમજ સમાજમા ગૌરવવંતુ સ્થાન ધરાવતી વિવિધ મહિલાઓના ઉદાહરણ દ્વારા મહિલાઓ પુરુષ સમોવડી નહી પરંતુ પુરુષ કરતા ચઢીયાતી છે તેવુ મહીલાઓએ સાબિત કર્યુ છે તે ઉપરાંત  મહિલાઓએ ભાગ-દોડના સમયમાં પોતાના શરીર માટે  સમય કાઢી રોગ વગર તંદુરસ્ત કઈ રીતે રહેવું એના વિશે ડિટેઇલમાં માહિતી આપી હતી. જેમાં ટૂંકમાં કહી તો PMNEWS એટલે પોઝિટિવ એટ્ટીટ્યૂડ, મેડિટેશન-યોગા ,ન્યુટ્રીશન, એક્સરસાઈઝ, વોટર, સ્લીપ, સેલ્ફ ડિસિપ્લિન અને સ્પીચ વિશે જણાવ્યું હતું. બહેનો માટે બેલેન્સ લાઈફ જીવવા માટે હેલ્ધી લાઈફ, ફેમિલી લાઈફ, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ ચારેયને સાથે બેલેન્સ કઈ રીતે કરી શકાય? અને આજના કોમ્પિટિશનના સમયમાં સોશ્યિલ મીડિયા અને મોબાઈલની બાળકોમાં થતી સાઈડ ફફેક્ટ અને આધ્યાત્મિક વાંચનનૉ અભાવ ના લીધે સમાજ માં થતી અસર વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો. દીપકભાઈ બાવરવા, સેક્રેટરી ડો.જયદીપ કાચરોલા સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News