મોરબીના મહેન્દ્રનગર નજીક રહેણાંક મકાનમાંથી ૧૨૯ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી : જોડિયાના બોડકી ગામે ઝેરી દવા પી ગયેલી મહિલાનું મોત
SHARE









મોરબી : જોડિયાના બોડકી ગામે ઝેરી દવા પી ગયેલી મહિલાનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામના રહેવાસી મીનાબેન ગોપાલભાઈ સોલંકી નામની ૩૬ વર્ષીય મહિલા તેના ઘેર ગઈકાલે મોડી સાંજે ઝેરી દવા પી જતાં તેણીને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અહીં તબીબે જોઈ તપાસીને મીનાબેન સોલંકીને મૃત જાહેર કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાનો હોય જોડીયા પોલીસને બનાવ સંદર્ભે આગળની તજવીજ માટે જાણ કરી હોવાનું જાણવા મળે છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીની સહયોગ સોસાયટીમાં શેરી નંબર-૨ માં રહેતા મહેશભાઈ અમરશીભાઈ સરડવા નામનો ૪૨ વર્ષીય યુવાન શહેરના રવાપર રોડ ઉપરથી બાઈકમાં જતો હતો તે દરમિયાનમાં નીચે પડી જતાં ઇજાગ્રસ્ત મહેશભાઈ સરડવાને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદમાં ઈશ્વરનગર ગામે રહેતા અલ્પાબેન મહેશભાઈ કાચરોલા નામની ૩૫ વર્ષીય મહિલા ઈશ્વરનગર ગામે મેઇન બજારમાં બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાગ્રસ્ત અલ્પાબેન કાચરોલાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
