મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઇ જતા યુવાન સારવારમાં
SHARE









મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઇ જતા યુવાન સારવારમાં
મોરબીના શનાળા ગામે હોટેલના પાછળના ભાગે રહેતો યુવાન ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી હાલ તેને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે મુરલીધર હોટલની નજીક રહેતો પ્રિયાંગ બાબુભાઈ ગોગરા નામનો ૨૨ વર્ષીય અપરણીત યુવાન ગઇકાલે તેના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને હાલમાં પ્રિયાંગ બાબુભાઈ ગોગરા નામના યુવાનને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.બનાવને પગલે જાણ થતાં હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જોકે હાલ પ્રિયાંગ ગોગરા બેભાન હાલતમાં હોય બનાવનું ખરૂ કારણ જાણી શકાયું નથી તેમ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારા તાલુકાના જબલપુર ગામનાં વતની અરવિંદભાઈ લવજીભાઈ ભીમાણી નામનો ૪૩ વર્ષીય યુવાન પોતાનું બાઇક લઇને પેટ્રોલ પુરાવવા માટે જતો હતો ત્યારે ટંકારાના જબલપુર ગામની પાસે ઓવરબ્રિજ નજીક તેના બાઇકને અજાણ્યા કારચાલકે હડફેટે લેતા અરવિંદભાઈ ભીમાણીને ઈજાઓ પહોંચી હતી જેથી કરીને હાલમાં તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે.બનાવને પગલે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરી હતી.
ખાણ ખનીજ વિભાગ
મોરબીના ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર રવિ કણસાગરા દ્વારા શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસેથી વાહન નંબર જીજે ૧૨ બીએકસ ૬૪૫૫ જપ્ત કરવામાં આવેલ છે.ખનીજ અંગે પાસ પરમીટ કે રોયલ્ટીના કાગળ વાહન ચાલક પાસે માંગવામાં આવ્યા હતા જોકે રાબેતા મુજબ વાહનોમાં રોયલ્ટી ભર્યા વિના જ ખનીજ પરિવહન થતું હોવાનું સામે આવતા હાલમાં દંડ વસુલવાની કાર્યવાહી માટે ખનીજ ભરેલ વાહન બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે જિલ્લામાં ભારે મોટી માત્રામાં ખનીજ પરિવહન થાય છે અને તે પૈકી ખૂબ જ જૂજ વાહનોનું ચેકિંગ થાય છે માટે સ્થાનિક ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં હોય ઉચ્ચ કક્ષાએથી સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
