વાંકાનેર પાલિકા કચેરી પાસે વરલી જુગાર !: ચાર શખ્સો ૨૮,૨૧૦ ના મુદામાલ સાથે ધરપકડ
મોરબીની જેલમાં બંધ આરોપીએ જામીન માટે પત્નીનું ખોટું મેડિકલ સર્ટિ રજૂ કર્યું !: દંપતી સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીની જેલમાં બંધ આરોપીએ જામીન માટે પત્નીનું ખોટું મેડિકલ સર્ટિ રજૂ કર્યું !: દંપતી સામે ગુનો નોંધાયો
મોરબીની જેલમાં બંધ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીએ વચ્ચગાળાના જામીન મેળવવા માટે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મેડિકલ સાથે અરજી કરી હતી અને રાજકોટ સરકારી હોસ્પીટલનુ મેડીકલ સર્ટી રજૂ કરવામાં આવ્યું હતું જો કે, તેની ખરાઈ કરવામાં આવતા તે મેડિકલ સર્ટિ ખોટું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા હાલમાં જામીન અરજી કરનારા જેલમાં બંધ આરોપી, તેની પત્ની અને તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર એ.એચ.દવે દ્વારા હાલમાં અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ (ઉ.૩૫) રહે.હાલ સબ જેલ મોરબી મુળ મોચીશેરી કુબેરનાથ રોડ મોરબી અને તેની પત્ની અફસાનાબેન અહેમદભાઇ કાસમાણી રહે.મોચીશેરી કુબેરનાથ રોડ મોરબી તથા તપાસમા ખુલ્લે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી અહેમદ ઉર્ફે આમદો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ ના એન.ડી.પી.એસના ગુનામાં પકડાયેલ છે અને આ ગુન્હાના કામે મોરબી સબ જેલમા છે જેથી વચ્ચગાળાના જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ અરજી કરેલ હતી જે અરજીમા પોતાની પત્નીને માસીકની તકલીફ હોય બ્લીડીંગ થતુ હોય કોથળીનુ ઓપરેશન કરાવવાનુ ખોટુ કારણ જણાવ્યુ હતું અને આરોપી અફસાનાબેન અહેમદભાઇ કાસમાણીએ પોતાને બીમારી સબબ રાજકોટ સરકારી હોસ્પીટલનુ ખોટુ મેડીકલ સર્ટી મેળવી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કર્યું હતું અને આરોપીઓએ કોઇપણ રીતે કોઇપણ જગ્યાએ ખોટા બનાવટી મેડિકલ સર્ટી બનાવીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કરતા તેની સામે મોરબી જિલ્લા કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
