મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને ત્રણ પત્રકારો સામે નોંધાવી ફરિયાદ 


SHARE







મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને ત્રણ પત્રકારો સામે નોંધાવી ફરિયાદ 

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ પત્રકારોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ મનસુખભાઇ લોરીયાહાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પિયુષ નિમાવત ડેનિસ દવે અને દેવાંગ રબારીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે પત્રકારોએ કોઈપણ જાતના આધાર પુરાવા વગર ખોટી માહિતીને ઈલેક્ટ્રીક રેકોર્ડ રૂપે પ્રસિદ્ધ કરી હતી અને રાજકીય કારકિર્દીને નુકસાન કરી, પદપ્રતિષ્ઠાને હાનિ પહોંડી, સમાજમાં બદનામ કરવા માટે ખોટી માહિતીને ન્યુઝ પોર્ટલના માધ્યમથી પ્રસારિત કરી હતી જેથી કરીને પોલીસે હાલમાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે આઇપીસી કલમ નંબર ૫૦૦, ૫૦૧ અને ૪૬૯ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News