મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો
SHARE









મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો
મોરબીમાં શનાળા રોડ પર નવા બસસ્ટેશન પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરે સદગુરૂ પ્રેમપ્રકાશદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૨૨ માં પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.જેમાં ગઈકાલે અંતિમ દિવસે મોરબીમાં પ્રથમવાર સૌથી મોટો અન્નકૂટ ૧૦૦૮ વાનગીઓ જેમાં અલગ અલગ કુલ ૫૦૦ કિલોથી વધુ મીઠાઈઓ ભગવાન શ્રી સ્વામિનારાયણને ધરવવામાં આવી હતી.આ અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.પાટોત્સવમાં અભિષેક, દર્શન, જપ, યજ્ઞ તા.૩ થી ૯ સત્સંગ કથા યોજાઈ હતી જેમાં કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી દિવ્યપ્રકાસદાસજીસ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું.પાટોત્સવને સફળ બનાવવા શાસ્ત્રી સ્વામી, ધ્યાન સ્વામી, ટ્રસ્ટીઓ તેમજ હરિભક્તોએ સેવા આપી હતી.
