મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના હસ્તે સફાઇ કામદારના બાળકોને પ્રોત્સાહિત કરાયા


SHARE







મોરબીમાં કલેક્ટરના હસ્તે સફાઇ કામદારના બાળકોને પ્રોત્સાહિત કરાયા

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારનાં બાળકો અને તેમના આશ્રિતોનાં શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનાં હેતુથી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષામાં (સફાઈ કામદારનાં બાળકો પૈકી) સમગ્ર રાજ્યમાં એક થી ત્રણ ક્રમ મેળવતા બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

મોરબીમાં પણ જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ દ્વારા માર્ચ-૨૦૨૧ માં લેવાયેલ ધો-૧૦ બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સફાઈ કામદારનાં બાળકો પૈકી પ્રથમ ક્રમ મેળવનાર કુ. ઉર્વીબેન નીતિનભાઈ સારેસાને આ યોજના હેઠળ ૪૧,૦૦૦ નો ચેક તથા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટ જે.બી.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કારકિર્દી ઘડતર કરવા અને ભાવિ જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મોરબીના કે.વી. ભરખડા હાજર રહેલા હતા.






Latest News