મોરબીના બગથળા ગામે એસપીની હાજરીમાં લોકદરબાર યોજાશે
SHARE









મોરબીના બગથળા ગામે એસપીની હાજરીમાં લોકદરબાર યોજાશે
મોરબીના એસપીની હાજરીમાં મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના આગેવાનો, ઉદ્યોગકારો સહિતનાને હાજર રહેવા માટે પોલીસ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે
મોરબીના એસપી એસ.આર. ઓડેદરાની હાજરીમાં આગામી તા.૧૫ માર્ચના રોજ બગથળા ખાતે આવેલ આઉટ પોસ્ટમાં સાંજે પાંચ વાગ્યે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરપંચ, ચૂંટાયેલા સભ્યો, તમામ ઉધોગપતિ, સામાજિક આગેવાનોને હાજર રહેવા માટે મોરબી તાલુકાનાં પીઆઇ દ્વારા અનુરોધ કરાયો છે. આ લોકદરબારમાં લોકો પોતાના પ્રશ્નો લેખિત કે મૌખિક સ્વરૂપે પોલીસ ખાતાને લાગતી રજૂઆત કરી શક્શે.
