મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી


SHARE







ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. અને આઝાદી ક અમ્રુત મહોત્સવને ધ્યાનમાં રાખીને ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી, પ્રકૃતિક ખેતી તેમજ વૃક્ષા રોપણ કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો

આજે નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં લોકોને સંબોધન કર્યું હતું ત્યારે દરેક ગામમાં જે પાણી પાછળ મોટા ખર્ચ થાય છે તેને રોકવા માટે કુદરતી રીતે આવતા પાણીને રોકીને જમીનમાં પાણીના તળ ઊંચા લવાવવા માટે બોરીબંધ બનાવવા માટે કહ્યું હતું અને ખાતર-સિમેન્ટની ખાલી થેલીઓ ભેગી કરી તેમાં માટી ભરીને પાણી રોકવામાં આવે તેમજ એક લાખ ખેત તલાવડી બનાવવામાં આવે તેવું આહ્વાન કર્યું હતું તેમજ ગામમાં ૭૫ ખેડૂતો નક્કી કરીને પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. તો ખેતી, જમીન અને ગામ બચી જશે તેવી લાગણી વ્યક્ત કરી હતી આટલું જ નહીં. નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું હતું અને કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા અને ગામના જન્મ દિનની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, શાળા શિક્ષકોની નથી શાળા કોઈપણ ગામની પ્રાણશક્તિ છે. હાલમાં આઝાદી અમૃત મહોત્સવ ચાલુ છે ત્યારે ૨૦૨૩ સુધીમાં ૭૫ કાર્યક્રમો ગામમાં કરવાના છે અને ગામ આખું ભેગું થઈને ૭૫ ઝાડ વાવે અને ખેડૂતો પ્રકૃતિક ખેતી કરે તેમજ લોકો વૃક્ષા રોપણ કરે તે વાત ઉપર ભાર મૂક્યો હતો






Latest News