મોરબીમાં પાટીદાર યુવા રાજકીય આગેવાન અને જમીન દલાલ વચ્ચે બેફામ વાણીવિલાસ : ઓડિયો વાયરલ
મોરબીમાં પત્નીના આડા સંબંધની પીયરમાં જાણ કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવ દીધો
SHARE









મોરબીમાં પત્નીના આડા સંબંધની પીયરમાં જાણ કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવ દીધો
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતી પરિણીતાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું જેથી મૃતકના પતિએ ડેડબોડીને સિવિલે ખસેડતા તાલુકા પોલીસમાં જાણ થઈ હતી અને પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારું કારણ સામે આવ્યુ હતું કે મૃતક મહિલાને મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રફાળેશ્વર ગામે રહેતા કોઈ યુવાન સાથે આંખ મળી ગઈ હોય અને તે બાબતે તેના પતિને જાણ થઇ જતાં પતિએ પરિણીતાના પિયરમાં જાણ કરીને સમજાવવા કહ્યુ હતુ તે બાબતને લઈને પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું
મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતા નીતાબેન મુકેશભાઈ મકવાણા નામની ૨૮ વર્ષિય પરિણીતાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું.બનાવને પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી મૃતક નીતાબેનનો લગ્નગાળો દસ વર્ષનો હોય બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે મૃતક નીતાબેનને મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રફાળેશ્વર ગામે રહેતા કોઈ યુવાન સાથે આંખ મળી ગઈ હતી અને તે બાબતની મૃતકના પતિને જાણ થતાં તેમણે નીતાબેનના પિયરમાં આ અંગે જાણ કરી હતી અને નીતાબેનને સમજાવવા માટે કહ્યું હતું તે વાતને લઈને નીતાબેનને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતાં અને તેમના ઘેર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.
દંપતી સારવારમાં
મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માત બનાવમાં ચકમપર ગામના રહેવાસી દુર્લભજીભાઈ ડાયાભાઈ શેરસીયા (૫૦) અને જશુબેન દુર્લભજીભાઈ શેરસીયા (૪૮) ને ઇજાઓ થવાથી બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.માથાના ભાગે ઇજાઓ હોવાથી દુર્લભજીભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે
ઝેરી અસર થતાં સારવારમાં
હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા વિકાસ હસનભાઈ આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાનને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા જાણવા મળેલ છે બનાવ હળવદ વિસ્તારનો હોય આ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.તે રીતે જ હળવદના હિતેશભાઈ હેમંતભાઈ શેઠ નામના ૫૨ વર્ષીય આધેડે વ્યાજખોરોના ત્રાસને લીધે ફિનાઇલ પી લેતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.
