મોરબીના સામાકાંઠા વિદ્યુતનગરમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા
મોરબીમાં પાટીદાર યુવા રાજકીય આગેવાન અને જમીન દલાલ વચ્ચે બેફામ વાણીવિલાસ : ઓડિયો વાયરલ
SHARE









મોરબીમાં પાટીદાર યુવા રાજકીય આગેવાન અને જમીન દલાલ વચ્ચે બેફામ વાણીવિલાસ : ઓડિયો વાયરલ
મોરબીમાં પાટીદાર યુવા રાજકીય આગેવાન અને જમીન દલાલ વચ્ચે થયેલી વાતચીતમાં બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો તેનો ઓડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ધૂમ મચાવી રહ્યા છે જેથી કરીને મોરબીના રાજકારણની અંદર ગરમાવો આવ્યો છે અને તેની સાથોસાથ આગામી સમયમાં હજુ પણ આ પ્રશ્ન વધુ રંગ પકડે તેવી શક્યતા છે
મોરબી પંથકમાં જમીનના દલાલી કામ સાથે જોડાયેલા જમીન દલાલ અને મોરબીના યુવા પાટીદાર રાજકીય આગેવાન વચ્ચે ફોન ઉપર છેલ્લી ભાષામાં ઉગ્ર વાતચીત થઈ હતી અને આ ઓડિયો હાલમાં મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જેથી કરીને આ ઓડિયોને લઈને સોશ્યલ મીડિયામાં ધૂમ મચી છે આ વાયરલ થયેલા ઓડિયોની અંદર જમીન દલાલ અને યુવા રાજકીય આગેવાન વચ્ચે બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો છે અને વાયરલ થયેલ ઓડિયોમાં અહી શબ્દોમાં લખી ન શકાય તેવા શબ્દોનો ઉપયોગ બંને દ્વારા કરવામાં આવ્યો છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી મોરબીની અંદર અનેક ચર્ચાઓ થઈ રહી છે દરમિયાન મોરબીના યુવા પાટીદાર રાજકીય આગેવાન તેમજ જમીન દલાલ વચ્ચે બેફામ વાણીવિલાસનો ઓડિયો વાયરલ થયો છે તેને લઈને મોરબીના રાજકારણની અંદર ગરમાવો આવી ગયો છે અને આગામી સમયની અંદર આ પ્રશ્ન હજુ પણ કેટલો રંગ પકડશે તે તો સમય જ બતાવશે
