મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં દીવાલ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત​​​​​​​ 


SHARE







મોરબીના લધીરપુર રોડે કારખાનામાં દીવાલ પરથી નીચે પટકાયેલા યુવાનનું મોત 

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં દીવાલ પરથી નીચે પટકાયેલા મજુર યુવાનને ઇજા થઇ હતી જેથી તેને સારવાર મળે ત્યાર પહેલાં જ તેનું મોત નીપજયું હતું જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસે લાઈકોસ સિરામિક કારખાનાની અંદર રહેતો અને મજૂરી કામ કરતો હરકીયાભાઈ ટેટીયાભાઇ ભાબોર જાતે આદીવાસી (ઉ.૨૮) કારખાનાની અંદર કામ કરી રહ્યો હતો ત્યારે ૨૦ ફૂટ ઉંચી દીવાલ પરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામની સીમમાં આરોપી મુકેશભાઇ ઉર્ફે મલો ઘોઘાભાઇ હમીરપરા જાતે કોળીની કબ્જા ભોગવટા વાળી જગ્યામાં બાવની જુંડમા દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો રાખ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News