મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં દીવાલ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
માળીયા(મી)ના વેજલપર ગામે કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
SHARE









માળીયા(મી)ના વેજલપર ગામે કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
માળીયા તાલુકાના વેજલપર ગામથી જુના ઘાટીલા ગામ તરફ જવાની રસ્તે વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને પત્ની સાથે કામ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી જેથી તેની ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના વેજલપર ગામથી જુના ઘંટીલા ગામ તરફ જવાના રસ્તા ઉપર ઘંટીલા ગામની સીમમાં સુરેશભાઈ ચંદુભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા ગોરધનભાઈ દિવાલીયાભાઈ નાયક જાતે આદિવાસી (ઉંમર ૨૦) એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું છે. જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં માળિયા તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ગોરધનભાઈ નાયકને તેની પત્ની સાથે કામ બાબતે બોલાચાલી થઈ હતી જેથી તેને ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે
પરિણીતા સારવારમાં
મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર-૧૩ ની અંદર રહેતા નઇમભાઇ ચાનીયાના પત્ની મેફુજાબેન (ઉ.૧૮)એ ઘરમાં ઊંઘની વધુ પડતી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થવાના કારણે તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
