મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા(મી)ના અણીયારી ટોલનાકે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત થતાં કાર ચાલક સામે નોંધાયો ગુનો


SHARE













માળીયા(મી)ના અણીયારી ટોલનાકે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત થતાં કાર ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના જેતપર ગામના વતની એવા પટેલ વૃદ્ધ પોતાના ખેતરેથી પરત ઘર તરફ જતા હતા ત્યારે અણીયાળી ટોલનાકા પાસે તેમના બાઇકને કાર ચાલકે હડફેટે લૂધુ હતું જેથી કરીને ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે

મોરબીના જેતપર ગામના રહેવાસી પ્રેમજીભાઈ થોભણભાઇ જાકાસણીયા જાતે પટેલ (૬૫) પોતાનું બાઈક લઈને પોતાના ખેતર બાજુ ગયા હતા અને ત્યાંથી પરત ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં અણીયારીના ટોલનાકા પાસે કાર નંબર જીજે ૫ જેપી ૪૭૭૭ ના ચલકે તેમના બાઇક નંબર જીજે ૩ ઇકે ૯૧૬૮ લઈને જતાં હતા ત્યારે માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે પ્રેમજીભાઈને પ્રથમ મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમજીભાઈ થોભણભાઈ જાકાસણીયાનું મોત નિપજ્યું હતું હાલ આ બનાવમાં મૃતકના દીકરા નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ જાકાસણીયા જાતે પટેલ (ઉ.૪૦)એ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ધમકીના કેસમાં ધરપકડ

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં થોડા સમય પહેલા ફોન ઉપર ધમકી આપવાનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસે મધ્યપ્રદેશથી એક ઈસમની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.બી ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રહેવાસી અજયભાઈ તિવારીએ સુનિલ કિશોર શર્મા જાતે બ્રાહ્મણ રહે.મધ્યપ્રદેશ સામે ધમકી આપવી બાબતે ફરિયાદ નોંધાવી હતી.ટ્રકના હપ્તા મુદ્દે ફોન ઉપર ધમકી આપવામાં આવી હોય તે અંગે કલમ ૫૦૪, ૫૦૭ મુજબ પોલીસ દ્રારા ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર સુનિલ કિશોર શર્મા જાતે બ્રાહ્મણ (ઉમર ૪૨) રહે.મધ્યપ્રદેશવાળો નાસતો ફરતો હતો જેને હાલમાં બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે.






Latest News