માળીયા(મી)ના અણીયારી ટોલનાકે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત થતાં કાર ચાલક સામે નોંધાયો ગુનો
મોરબીમાં માતા ઉપર શંકા કુશંકા રાખી હત્યા કરનારા પિતા સામે દીકરીએ નોંધાવી ફરિયાદ
SHARE









મોરબીમાં માતા ઉપર શંકા કુશંકા રાખી હત્યા કરનારા પિતા સામે દીકરીએ નોંધાવી ફરિયાદ
મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા બાવાજી આધેડ દ્વારા પોતાની પત્નીને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને ગઇકાલે બપોરના સમયે નિર્મમ હત્યા કરી હતી અને ત્યાર બાદ ઘરને તાળું મારીને તે ઘરેથી ભાગી ગયેલ છે ત્યાર બાદ ઘરના લોકોને આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળ ઉપર પહોચી હતી અને હત્યાના આ બનાવમાં મૃતકની દીકરીએ તેના જ પિતાની સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા સર્કીટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર ૫૫) ને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતી વધુમાં મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ દ્વારા તેમના પત્ની ભાવનાબેન ગઇકાલે બપોરના સમયે ઘરે એકલા હતા ત્યારે તેની હત્યા કરીન તેનો પતિ ભાગી ગયો હતો અને મૃતક ભાવનાબેનને પાંચ સંતાનો છે. જેમાં ચાર દીકરીઓ અને એક દિકરો છે. ચાર પૈકી બે દિકરીઓના લગ્ન થઈ ગયા છે.
હાલમાં મોરબીમાં હરીપાર્ક શેરી નં-૪ માં રહેતી મૃતકની દીકરી ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદી જાતે બાવાજી (ઉ.૨૪)એ તેના પિતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માતા ભાવનાબેન સાથે તેના પતિ પ્રવિણભાઇ અવાર નવાર ઝધડો અને કંકાશ કરતાં હતા તેમજ શંકા કુશંકા કરી મારઝુડ કરતાં હતા દરમ્યાન શુક્રવારે બપોરના સમયે તેની માતા ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે તેના પિતા આરોપી પ્રવિણભાઇએ લોખંડના દસ્તા તેને માથામાં મારીને હત્યા કરી નાખી હતી અને ઘરને બહારથી તાળું મારીને નાશી ગયા હતા જેથી પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
