મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ખરીદીએ જતાં માતા-પિતા સાથે ન લઈ જતા સગીરાએ કર્યો આપઘાત


SHARE













મોરબીમાં ખરીદીએ જતાં માતા-પિતા સાથે ન લઈ જતા સગીરાએ કર્યો આપઘાત

મોરબીના કેરાળા (હરીપર) ગામે સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના મજૂર પરિવારની સગીરવયની યુવતીએ લીંબડાના ઝાડ સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં તેણીનું મોત નિપજ્યુ હતું.જેથી બનાવને પગલે તાલુકા પોલીસ સ્ટાફે સ્થળ પર જઈને તપાસ હાથ ધરતા ચોંકાવનારું કારણ સામે આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના કેરાળા (હરીપર) ગામે રવાપર(નદી) ના રસ્તે જીતેન્દ્રભાઈ ચારોલાની વાડીએ રહીને છેલ્લા બે વર્ષથી ખેતમજુરીનું કામ કરતા મુળ મધ્યપ્રદેશના કમલેશભાઈ મંગલીયાભાઈ મકવાણા જાતે આદિવાસીની ૧૬ વર્ષીય પુત્રી લલીતાબેને તા.૧૧-૩ ના રાત્રીના કોઈ કારણોસર બાજુમાં આવેલી વાડીના લીંમડાના ઝાડમાં દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં લલીતાબેન કમલેશભાઈ મકવાણા નામની ૧૬ વર્ષીય આદિવાસી સગીરાનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી.ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીને તપાસ હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે મૃતક લલીતાબેનના માતા-પિતા ખરીદી માટે પાવડીયારી જતા હોય અને લલીતાબેનને તેઓની સાથે જવું હતું.જો કે માતા-પિતાએ સાથે આવવાની ના પાડતા અને ઘરે રહેવા જણાવ્યું હતું જે બાબતનું મનોમન લાગી આવતા લલીતાબેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું..! બે બહેનો અને એક ભાઈમાં મૃતક લલીતાબેન સૌથી મોટા હોવાનું જાણવા મળેલ છે.

યુવતી સારવારમાં

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ કબીર આશ્રમ પાસેની ભક્તિનગર સોસાયટી શેરી નંબર-૨ માં રહેતી કુંદનબેન કાળુભાઈ દલાભાઈ ગોગરા નામની ૨૪ વર્ષીય યુવતીએ કોઇ કારણોસર તેના ઘરે એસિડ પી લેતાં તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જેથી હોસ્પિટલ સૂત્રો દ્વારા જાણ થતાં હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે હાલ કુંદનબેન બેભાન હાલતમાં હોય કયા કારણોસર તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું છે..? તે જાણવા પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કુબેરનગર વિસ્તાર પાસે આવેલ નવજીવન સોસાયટીમાં રહેતી હિરલબેન ભરતભાઈ જોશી નામની ૨૫ વર્ષીય યુવતી બાઈકમાં બેસીને જતી હતી ત્યારે માળીયા હાઈવે ઉપર ભક્તિનગર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં તેણીને ઇજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા બેબીબેન બાબુભાઈ સુરેલા નામના ૪૯ વર્ષીય મહિલા ઘુંટુ રોડ ઉપર આવેલા સોના સિરામિક નજીકથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓ બાઇકમાંથી નિચે પડી જતાં ઇજાગ્રસ્ત થયેલા બેબીબેનને સારવાર માટે ખસેડાયા હતા.




Latest News