મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ એ.એચ.ટી.યુ.ની ટીમ કામ કરી રહી છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી આરોપીને શોધી કાઢવા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા એ.એચ.ટી.યુ. સ્ટાફના માણસોની ટીમો બનાવી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન વિગેરે રાજ્યમાં તપાસ કરી હતી ત્યારે એ.એચ.ટી.યુ.ના દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કે, આરોપી અને ભોગ બનેલ સગીરા રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લામાં છે જેથી પીએસઆઈ એ.એ.જાડેજા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના માણસો ત્યાં ગયા હતા અને આરોપી નિકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા (ઉ.૨૧) રહે. મુળ લોઠીયા તાલુકો જામનગર વાળો તથા ભોગ બનેલ સગીરા મળી આવેલ જેથી ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આજોલીયાકા ખેડા ખાતે આવેલ સેવન હોટલ ખાતેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે




Latest News