મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક લોડર હડફેટે યુવાનનું મોત


SHARE









મોરબીના જાંબુડીયા નજીક લોડર હડફેટે યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મિનરલના કારખાનામાં લોડર ચાલકે યુવાનને હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે આવેલ સહયોગ મિનરલ્સ નામના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતાં આનંદસિંગ બહાદુરસિંગ નાયક નામના ૧૯ વર્ષના મજુર યુવાનને લોડર ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી આનંદસિંગ નાયકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવ અંગે જાણ થવાથી હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે અકસ્માત મોતના ઉપરોકત બનાવની નોંધ કરીને તે અંગે આગળની તપાસ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા નાના રામપર ગામે રહેતો પૃથ્વી નગીનભાઈ રાણવા નામનો ૧૬ વર્ષનો સગીર બાઈકમાં પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે બાઇકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી કરીને ઇજાગ્રસ્ત પૃથ્વી નગીનભાઈ રાણવા નામના બાળકને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતો સોહીલ રમેશભાઈ બારડ નામનો ૧૯ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે વિશાલ ફર્નિચર નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રહેતા ઉમેશ શામજીભાઈ મુછડીયા નામના ૨૫ વર્ષીય યુવાને પોતાના ઘર નજીક જાતે જ હાથમાં બ્લેડ વડે છેરા મારી દેતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા બીટ વિસ્તારના જમાદાર અજીતસિંહ પરમારે તપાસ કરતાં ખુલ્યુ હતું કે પ્રેમપ્રકરણને લઇને ઉમેશ મુછડીયાએ ઉપરોક્ત પગલું ભર્યું હતું અને તેને લઈને તેને હાલમાં સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના લાલપર ગામે રહેતા ઉષાબેન રાજેશભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષીય મહિલાને સાંઇમેકસ સિરામિક સામે જુના જાંબુડીયાના બ્રિજ પાસે કાર-બાઇક અકસ્માતમાં ઈજાઓ થતા તેમને મોડી રાત્રિના સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા એ.એલ.પરમારે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News