મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

તાજેતરમાં જાહેર થયેલ પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પછી આમ આદમી પાર્ટીમાં પણ જોશ વધ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીના મહેરોલીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં દિલ્હીની મહેરોલી બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશભાઈ યાદવ, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા, મહામંત્રી સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા અને આ તિરંગા યાત્રા ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ સહિતના શહેરમાં થઈને વીસીપરા પાસે પૂરી કરવામાં આવી હતી અને આ યાત્રા દરમ્યાન જે રીતે લોકો તરફથી આવકાર મળ્યો હતો અને ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરીને આગળ વધી રહી છે આવી જ રીતે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચુંટણીમાં પૂરી તાકાત સામે મેદાનમાં ઉતરશે અને જનતાના આશીર્વાદ તેને સો ટકા મળશે તેવો વિશ્વાસ આગેવાનોએ વ્યક્ત કરેલ છે






Latest News