મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ નજીક સુખપર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદ નજીક સુખપર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ સુખપર ગામ નજીક આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં બીજા ટ્રક ચાલકે પોતાની ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને આગળના ટ્રકમાં બેઠેલ વ્યક્તિને નાકના ભાગે અને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને બંને ટ્રકનાં નુકશાની થઇ હતી જે બનાવ સંદર્ભે ટ્રકચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર સુખપર ગામના નદીના પુલ નજીક અનિલભાઈ દેવશીભાઇ હડિયા જાતે આહીર (ઉમર ૪૪) રહે. મેઘપર બોરીચી તાલુકો અંજાર વાળા પોતાના હવાવાળો ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૮૬૩૧ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના હવાવાળો ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૬૯૭૫ ને પાછળથી ધડાકાભેર અથડાવ્યો હતો જેથી કરીને ફરિયાદી અનિલભાઈના ટ્રકમાં બેઠેલા સંપતસિંહ (ઉંમર ૨૯) ને નાકે અને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ફરિયાદીને પણ ઈજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આટલું જ નહીં ફરિયાદી ટ્રકમાં પાછળના ભાગમાં તેમજ આરોપીના ટ્રકમાં આગળના ભાગે નુકસાન થયું હતું હાલમાં પોલીસે અનિલભાઈની ફરિયાદ લઈને આરોપી મહેન્દ્રસિંહ દિલીપસિંહ માલાવત રહે. માલાકાચોડા (રાજસ્થાન) વાળાની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News