મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં યુવાને કરેલા લગ્ન બાબતે બે પરિવાર ધબધબાટી: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના રોહીદાસપરામાં યુવાને કરેલા લગ્ન બાબતે બે પરિવાર ધબધબાટી: સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાને કરેલા લગ્ન બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારે બંને પક્ષેથી કુલ મળીને મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસે ગુના નોંધીને બંને પક્ષના એક એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા શેરી નં-૩માં રહેતા અને કલરકામ કરતાં દિપકભાઇ દીલીપભાઇ રાઠોડ (ઉ.૩૦)એ હાલમાં અજયભાઇ શીવાભાઇ સારેશા, શીવાભાઇ કેશુભાઇ સારેશા, જશવંતભાઇ કેશુભાઇ  સારેશા અને જયાબેન કેશુભાઇ સારેશા સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મોટા બાપુના દિકરા જીતેન્દ્રભાઇએ આરોપીના કુટુંબીજનોની દિકરી સાથે પાચેક વર્ષ થયા લગ્ન કરેલ છે જે બાબત આરોપી અજયને ગમતી ન હતી જે અંગે આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદો સાથે ઝઘડો કરીને ગાળો બોલી લોખંડના પાઇપવડે ફરિયાદી યુવાનને માથામા માર માર્યો હતો અને પથ્થરના છુટા ઘા કરતા ફરીયાદી થતા સાહેદોને ઇજા થઈ હતી અને તેઓને જાનથી મારી ધમકી આપી જેથી કરીને પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો અને હાલમાં આરોપી અજયભાઇ શીવાભાઇ સારેશાની ધરપકડ કરેલ છે

તો સમાપક્ષેથી શીવાભાઇ કેશુભાઇ સારેશા (ઉ.૫૦)એ જીતેંદ્ર ઉર્ફે જલ્પો જેન્તીભાઇ રાઠોડ, દિલીપભાઇ સીદીભાઇ રાઠોડ, દિપકભાઇ  દિલીપભાઇ રાઠોડ અને લખમણ ઉર્ફે લખન મોહનભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેજીતેંદ્ર ઉર્ફે જલ્પોએ તેના કુટુંબની દિકરી સાથે પાચેક વર્ષથી લગ્ન કરેલ છે તેમજ દિલીપભાઇ સીદીભાઇ રાઠોડની દિકરીએ ફરીયાદીના પુત્રના મીત્ર સાથે લગ્ન કરેલ છે જે બાબતે આરોપીઓ સાથે અગાઉ તકરાર થયેલ હતી જે બાબતે ફરીયાદી તથા તેના પુત્ર સાથે ઝઘડો કરીને ગાળો બોલી હતી અને જીતેંદ્ર ઉર્ફે જલ્પોએ પાઇપ વડે ફરીયાદીને માથામા તથા ડાબા હાથે પોચામાં માર માર્યો હતો અને તેના દિકરાને જાનથી મારી ધમકી આપી હતી જેથી પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩,૩૨૪,૩૨૫ ,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી દિપકભાઇ  દિલીપભાઇ રાઠોડની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News