મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર હસનપર ગામના જાપા પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









વાંકાનેર હસનપર ગામના જાપા પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર હસનપર ગામના જાપા પાસેથી પસાર થઈ રહેલા શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી અને પોલીસે કુલ મળીને ૪૧૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના હસનપર ગામના જાપા પાસેથી પસાર થતાં શખ્સની પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૧ બોટલો મળી આવી હતી માટે પોલીસે ૪૧૨૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ગોપાલભાઈ દેવશીભાઇ દારોદ્રા જાતે કોળી (ઉંમર ૩૭) રહે. હસનપર વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બે બીયર

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતના બીયર સાથે અજય કુવરજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (ઉંમર ૨૨) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂ

મોરબી તાલુકાના બેલા ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પોલીસે દોઢ લિટર દેશી દારૂના જથ્થા મળી આવ્યો હતો જેથી ૩૦૦૦ ના દારૂ સાથે ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૬) રહે. હાલ બેલા ગામના બસ સ્ટેન્ડ પાસે વડવાળા શોપિંગ સેન્ટર મૂળ રહે,. ફુલઝર ગામ વિછિયા વાળાની ધરપકડ કરેલ છે




Latest News