મોરબીના રોહીદાસપરામાં યુવાને કરેલા લગ્ન બાબતે બે પરિવાર ધબધબાટી: સામસામી ફરિયાદ નોંધાઈ
વાંકાનેર હસનપર ગામના જાપા પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE
વાંકાનેર હસનપર ગામના જાપા પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર હસનપર ગામના જાપા પાસેથી પસાર થઈ રહેલા શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી અને પોલીસે કુલ મળીને ૪૧૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના હસનપર ગામના જાપા પાસેથી પસાર થતાં શખ્સની પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૧ બોટલો મળી આવી હતી માટે પોલીસે ૪૧૨૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ગોપાલભાઈ દેવશીભાઇ દારોદ્રા જાતે કોળી (ઉંમર ૩૭) રહે. હસનપર વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બે બીયર
મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતના બીયર સાથે અજય કુવરજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (ઉંમર ૨૨) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા વાળાની ધરપકડ કરેલ છે
દેશી દારૂ
મોરબી તાલુકાના બેલા ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પોલીસે દોઢ લિટર દેશી દારૂના જથ્થા મળી આવ્યો હતો જેથી ૩૦૦૦ ના દારૂ સાથે ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૬) રહે. હાલ બેલા ગામના બસ સ્ટેન્ડ પાસે વડવાળા શોપિંગ સેન્ટર મૂળ રહે,. ફુલઝર ગામ વિછિયા વાળાની ધરપકડ કરેલ છે