મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા (હ) ગામે ઘરમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જવાથી પરિણીતાનું મોત


SHARE







મોરબીના કેરાળા (હ) ગામે ઘરમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જવાથી પરિણીતાનું મોત

મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામે રહેતી પરિણીતા તેના ઘરની અંદર આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીની અંદર ડૂબી જતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામે રહેતા નીતિનભાઈ વેલજીભાઈ સારોલાના પત્ની ક્રિષ્નાબેન (ઉંમર ૩૫) પોતાના ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં ડૂબી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નગાળો ૧૧ વર્ષનો છે અને તે ટાંકામાંથી પાણી કાઢવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયા હતા જેથી તેનું મોત નીપજયું છે

દેશી દારૂ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એન્ટીલા સિરામિક સામે જાહેરમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૧૦ લિટર દારૂ સાથે મુસ્તાક રહીમભાઈ માલાણી જાતે મિયાણા (ઉંમર ૨૬) રહે. ઇન્દિરાનગર મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૨૦૦  રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી હનીફ હબીબભાઈ જા રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News