મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર નજીકથી પાંચ લાખના ટ્રકની ચોરી કરનાર વધુ બે પકડાયા


SHARE







મોરબીના મહેન્દ્રનગર નજીકથી પાંચ લાખના ટ્રકની ચોરી કરનાર વધુ બે પકડાયા

મોરબી સામાકાંઠે મહેન્દ્રનગર પાસેની પ્રભુકૃપા ટાઉનશીપના ગેટ પાસે પાર્ક કરવામાં આવેલ ટ્રક(ડમ્પર) ની ચોરી થયેલ હોય રૂા.પાંચ લાખની કિંમતનો ટ્રક ચોરી થયો હોવા અંગેની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેમાં અગાઉ એક બાદ ગઇકાલે વધુ બે આરોપીને પકડી પાડેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાપરના ભુટકીયાના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે ભરવાડવાસમાં શીતળા માતા વિસ્તારમાં રહેતા નીલાભાઇ ઉર્ફે ગોવીંદભાઇ સોમાભાઇ ભાંગરા જાતે રબારી (ઉ.૩૫) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જેતે સમયે તેમણે જણાવ્યું હતું કે મોરબી મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપની બાજુમાં તેણે પોતાનો ટ્રક નંબર જીજે ૩ એટી ૪૬૪ પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકને તા.૩-૧ ના રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે. જેથી કરીને પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધીને સીટી બી ડિવિઝન પોલીસે થોડા દિવસ પહેલા ચોરાઉ ટ્રક સાથે સંજય મનુભાઈ ઓળકિયા જાતે કોળી (ઉમર ૨૫) રહે.પંચાસર રોડ અક્ષર એપાર્ટમેન્ટ મૂળ રહે. કાંધેવાડિયા તા.વીછીયા રાજકોટની ધરપકડ કરાયેલ હતી.ચોરીના આ બનાવમાં હાલમાં બી ડિવિઝન પીએસઆઈ વી.બી.રાયમા દ્વારા રાજુ ગોરધન ઓળકિયા જાતે કોળી (ઉમર ૨૭) રહે.કંધેવાળીયા તા.વિંછીયા જી.રાજકોટ અને ધવલ જયંતિ મેરજા જાતે પટેલ (ઉમર ૨૩) રહે.રૂપાવટી તા.વીંછીયા જી.રાજકોટની ઉપરોકત ચોરીના ગુનામાં ધરપકડ કરી હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

ટ્રક બસ સ્ટેશનમાં અથડાતા બે ને ઈજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ટ્રક બસ સ્ટેશનમાં અથડાતા ટ્રકચાલક બ્રીજમોહન (ઉમર ૪૦) રહે.મિંતાણા તા.ટંકારાને તેમજ લજાઇ ગામના વતની વાલજીભાઈ રામજીભાઈ કોડેચા (ઉમર ૮૨) ને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ખૂલ્યું હતું કે બાઈક ચાલકને બચાવવા જતાં ટ્રકના સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા લજાઇ ગામના બસ સ્ટેશન સાથે ટ્રક અથડાયો હતો.જે બનાવમાં ટ્રકના ચાલક બ્રીજમોહનને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલે તેમજ બસ સ્ટેશનમાં બેઠેલા વાઘજીભાઈને ઇજાઓ થતાં અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News