મોરબીના રફાળેશ્વર ગામના યુવાનને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત
વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન
SHARE
વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન
વાંકાનેર ખાતે શ્રી ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો માટે નિશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ, જાલંધર બંધ પધ્ધતિ યોગથી સારવાર માટેનું આયોજન કરેલ છે
આ કેમ્પ તા. ૨૩ માર્ચને બુધવારના રોજ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી રામચોક ખાતે રાખેલ છે અને નિશુલ્ક કેમ્પનો લાભ લેવા નામ લખાવવું ફરજિયાત છે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને નામ લખાવવા માટે બ્રહ્મ સમાજ વાડી રામચોક વ્યવસ્થાપક વીરૂભાઈ 9904831825, પ્રમુખ રજનીભાઈ રાવલ 94282 62622 , ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ 98795 83770 નો સંપર્ક કરવાનો રહેશે અને જાલંધર બંધ પધ્ધતિથી નિશુલ્ક સારવાર પ્રખ્યાત દંત ચિકિત્સક ભરતભાઈ વ્યાસ આપશે. આ ચિકિત્સા કેમ્પનું આયોજન હરેન્દ્રભાઈ પ્રભાશંકર ઉપાધ્યાયના જન્મ દિવસ નિમિતે કરવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર હિન્દુ સમાજને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે