મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ : ૪૯,૪૮૦  ના મુદામાલ સાથે ૧૦ જુગારી પકડાયા, ચારની શોધખોળ


SHARE







હળવદ અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ : ૪૯,૪૮૦  ના મુદામાલ સાથે ૧૦ જુગારી પકડાયા, ચારની શોધખોળ

હળવદ અને વાંકાનેરમાં પોલીસ દ્વારા જુગારની જુદી-જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૦ જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા હતા અને ચાર જુગારીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

હળવદના ગોરી દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી જોકે પોલીસે જુગાર રમતા અશોકભાઈ રણછોડભાઈ મુંધવા (૨૮) અને નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઇ મકવાણા (૩૨) નામના બે શખ્સની ૧૧૨૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા કમલેશભાઈ શામજીભાઈ કોળી, નિલેશભાઈ પ્રજાપતિ અને સુરેશ ચંદુભાઈ કોળી નામના ત્રણ જુગારીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

 હળવદમાં જોગણી માતાજીના મંદિરથી આગળના ભાગમાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા સોમાભાઇ મેરૂભાઇ મકવાણા (૩૫), રમેશભાઇ જેશીંગભાઇ જરવલીયા (૩૩), દિનેશ ઠાકરશીભાઇ ઝીંઝુવાડીયા (૪૦), કિશોર હિરાભાઇ ગોહીલ (૩૪) અને વીરા વલીમમદ જેડા (૨૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧,૫૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારની અંદર વરલી જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા નુરમામદભાઈ ગુલામભાઈ જેડા (૨૨), નીજામુદીનભાઈ અબ્દુલભાઈ મુલતાની (૨૭) અને કેસરખાન મહંમદભાઈ પઠાણ (૪૮) રહે. બધા જ મીલપ્લોટ વાળા રોકડા રૂપિયા ૧૫૨૦૦ અને ત્રણ મોબાઈલ મળીને કુલ ૨૬૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને તેઓની પાસેથી નરેશભાઈ કોળી રહે.મીલપ્લોટ ડબલ ચાલી વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News