મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા(મી)ના સુલતાનપુર ગામની શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટનું આયોજન કરાયું


SHARE













માળીયા(મી)ના સુલતાનપુર ગામની શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટનું આયોજન કરાયું

માળીયા મિંયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકના માર્ગદર્શનથી નકામી વસ્તુમાંથી સુંદર બીજી વસ્તુઓ બનાવી હતી. અને બાળકોને આ પ્રોજેક્ટ ઘરે એટલે કે રજા ના દિવસમાં  આપવામાં આવ્યો હતો. અને સોમવારની શાળા સમયે બાળકોએ બનાવેલ અલગ અલગ વસ્તુઓ શાળામાં  બધા સમક્ષ એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ રજુ થઇ હતી બાળકોને ઘણી મહેનત કરીને અલગ અલગ વસ્તુઓ બનાવી હતી અને તેમને બનાવેલી વસ્તુઓ બાળકો એ જાતે જ રજૂ કરી હતી આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુએ હતો કે બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તેવો હતો અને તેમાં છોકરીઓ એ નકામી વસ્તુઓમાંથી  અલગ અલગ પ્રકારના ઝુમ્મર અને તોરણ બનાવ્યા હતા. કેટલીક છોકરીઓ દીવાલ પર લગાવી શકાય એવી વસ્તુ બનાવી હતી અને છોકરાઓએ પૂઠાંમાંથી સુંદર આકારના ઘર, માટીના વાસણ અને બીજી અલગ અલગ ઘણી વસ્તુઓ બનાવી હતી. આ બધી બનાવેલી વસ્તુઓને શાળા સમક્ષ મૂકવામાં આવી હતી અને અન્ય બાળકો જોઈ શકે એ માટે રજૂ પણ કરવામાં આવી હતી




Latest News