મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીએ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ ૧૫ વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ


SHARE













હળવદમાં વેપારીએ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ ૧૫ વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ

(હરેશભાઈ પરમાર) હળવદના શક્તિ ટોકીઝ પાસે ફરસાણની દુકાન ધરાવતા વેપારી ચાર દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર લઈને હાલમાં વેપારીએ ૧૫ જેટલા વ્યાજખોરોની સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

હળવદના શક્તિ ટોકીઝ બસ સ્ટેશન રોડ ઉપર અરિહંત સ્વીટ  નામની દુકાન ધારવતા હિતેશભાઈ પ્રેમચંદભાઈ મકવાણાચાર દિવસ પહેલા પોતાના ઘરે સોનીવાડમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા અને ત્યાં સારવાર લીધા બાદ વેપારીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ૧૫ વ્યાજખોરોની સામે આશરે દોઢ કરોડની રકમ મામલે ફરિયાદ કરી છે અને વ્યાજખોરો અવાર નવાર વેપારીને જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપી હેરાન કરતાં હતા જેથી કંટાળીને વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હળવદ પોલીસે ૧૫ શખ્સો સામે ફરિયાદ લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

હળવદ પોલીસ સ્ટેશનમાં વેપારીએ કોના આપ્યા હતા નામ ?

જે વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેને સારવાર લીધા બાદ હળવદ પોલીસ સ્ટેશનમ જે ૧૫ શ્ખ્સોના નામ આપ્યા હતા તેમાં ધાંગધ્રાના લખધીરભાઈ રબારી, હળવદના વિજયભાઈ રબારી, ટીકર હિરેનભાઈ પટેલ, હળવદના વસંતભાઈ મોરી,  હળવદના તેજસભાઈ દવે, લીલાપરના જયરામભાઈ દલવાડી, હળવદના પ્રભુભાઈ રબારી, મિયાણીના  જીલાભાઈ ભરવાડ, હળવદના હષૅદભાઈ રબારી,  હળવદના રવિભાઈ રબારી, હળવદ મુકેશભાઈ ભરવાડ, હળવદ  મનોજભાઈ રબારી, ‌માલણીયાદના લક્ષ્મણભાઈ ભરવાડ, માનસરના ભરતસિંહ ગોહિલ, હળવદના  કિરણભાઈ બ્રાહ્મણ સહિતના ૧૫ આરોપીના નામનો સમાવેશ થાય છે




Latest News