લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમ વૃક્ષા રોપણ કરાયું
મોરબીના લખધીરપુર રોડેથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની હવે ફરિયાદ !
SHARE









મોરબીના લખધીરપુર રોડેથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની હવે ફરિયાદ !
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે દુકાન નજીક પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટિંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા અમિતકુમાર નાનજીભાઇ ફળદુ જાતે પટેલ (ઉ.૩૪) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૧૦/૧૦/૧૯ ના રોજ રાત્રીના સમયે તેઓએ મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ હોલિસ સિરામિક નજીક ઉમાવંશી દુકાન પાસે તેનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈકની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતો માટે તે પોતાની જાતે બાઈકને શોધતા હતા અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જોકે બાઈક ચોરી થયાના પાંચ મહિના પછી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેથી ચોર પકડાયા બાદ રાબેતા મુજબ ગુનો નોંધાયો હોય તેવી ગણગણાટ થઈ રહ્યો છે
વરલી જુગાર
મોરબી નજીકના લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ગોબરભાઇ ઉર્ફે ગોપાલભાઈ બચુભાઈ ભડાણીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. લીલાપર રોડ ગોપાલ નાળીયાના કારખાનામાં મૂળ રહે. મૂળચંદ તાલુકો વઢવાણ વાળા વરલી જુગારના આંકડા લખાવતો હતો ને આરોપી રાજુભાઈ કોળી રહે. કબીર ટેકરી મોરબી વાળા પાસે તે વરલી જુગાર આંકડા લખાવતો હોવાની માહિતી સામે આવી હતી જેથી પોલીસે હાલમાં ગોબરભાઇ ઉર્ફે ગોપાલભાઈની ૫૨૦૦ રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી છે અને રાજુ કોળીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
