મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે બે બાઇક અથડાતાં એક જ પરિવારના ૪ સહિત ૬ ને ઇજા: મહિલાનું મોત


SHARE

















મોરબીના લાલપર ગામ પાસે બે બાઇક અથડાતાં એક જ પરિવારના ૪ સહિત ૬ ને ઇજા: મહિલાનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસેથી યુવાન તેની પત્નીને બાઈકમાં બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા ડબલ સવારી બાઈકના ચાલકે તેના બાઈક સાથે પોતાનું બાઇક અથડાવ્યું હતું જેથી યુવાન અને તેની પત્નીને ગંભીર ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા અને યુવાનની પત્નીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી જોકે ચાલુ સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજયું હતું જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વરમોરા સીરામીકની બાજુમાં આવેલ વરસા કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં નાનસીંગભાઇ ધનજીભાઇ ડામોર જાતે આદીવાસી (ઉ.૩૦) પોતાની પત્ની નસીબેન અને તેના બે સંતાનને બાઈકમાં બેસાડીને મોરબી નજીકના લાલપર ગામ પાસે શૈલેષ કાંટા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવેલા ડબલ સવારી બાઇક નંબર જીજે ૩૬ એમ ૨૦૨૩ ના ચાલકે તેઓના બાઈકને ટક્કર મારી હતી જેથી અકસ્માતના આ બનાવની અંદર નાનસિંગભાઈ ડામોર (૩૨) તેના પત્ની નસીબેન નાનસિંગભાઈ ડામોર (૩૦) તેના દીકરા મારકૂશ (૭) અને દીકરી મોનિકા (૫)ને પણ ઈજાઓ થઈ હતી ત્યારે સામેથી અથડાયેલા બાઇક ચાલક નરેશભાઈ દેવજીભાઈ મકવાણા (૫૦) અને પરસોતમભાઈ કરસનભાઈ ખરાને પણ ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

જો કે, નાનસિંહભાઈ ડામોર અને તેના પત્ની નાસીબનને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે નાનસિંહભાઈ ડામોરના પત્ની નસીબેનને માથાના ભાગે હેમરેજ અને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં હાલમાં નાનસિંહભાઈ ધનજીભાઈ ડામોરે સામેથી  અથડાયેલા બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં આ કેસની તપાસ અધિકારી જે.પી.વસિયાણીના જણાવ્યા મુજબ મૃતક નાશીબેનના ભાઈ રાજુભાઇ બેલા ગામ બાજુ કોઈ કારખાનામાં મજૂરી કામ કરતો હોવાથી ત્યાં તેની ઓરડીએ ગયા હતા અને ત્યાથી ગઇકાલે સવારે પાછા પોતાના કારખાના તરફ જતાં હતા ત્યારે અકસ્માતનો બનાવ બનતા મહિલાનું મોત નીપજયું છે અને આ બનાવથી બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે

અક્સમાતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી આગળના ભાગમાં કન્યા છાત્રાલય રોડ જ્યાં બાયપાસને મળે છે ત્યાંથી નાની વાવડી ગામે ખોડિયાર સોસાયટી જમ્બો પાર્કમા દશામાના મંદિર સામેના ભાગમાં રહેતા કિશોરભાઈ ભગવાનજીભાઈ લાંઘણોજા જાતે વાણંદ (ઉંમર ૬૫) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ સી ૮૫૩૦ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૩૨ ટી ૫૪૮૭ ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેથી કરીને કિશોરભાઈને પગમાં ફેક્ચર જેવી ઇજા થયેલ છે અને આરોપી ટ્રક છોડીને ઘટના સ્થળેથી નાસી છુટ્યો છે જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News