વાંકાનેરના વઘાસી ફાટક પાસે દાઝી ગયેલ અજાણ્યો પુરુષનું સારવારમાં મોત
હળવદના રાતાભેર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત
SHARE









હળવદના રાતાભેર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત
હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા વીરભદ્રસિંહ ભરતસિંહ ચૌહાણ (ઉમર ૨૫) એ રાતાભેર ગામ પાસે આવેલ તેઓની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વીરભદ્રસિંહ ચૌહાણનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે
યુવાનનો આપઘાત
માળીયા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વિપુલભાઈ પુનાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ માનસિક અસ્થિરતાને કારણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે અર્ધબેભાન હાલતમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
