માળીયા(મિં) માં દારૂના અનેક ગુનામાં પકડાયેલા ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો
SHARE









માળીયા(મિં) માં દારૂના અનેક ગુનામાં પકડાયેલા ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકા વિસ્તારમાં અનેક વખત દારૂના ગુનામાં પકડાયેલા ઇસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે અંગે પાસાનું વોરંટ નીકળતાં તેને પકડીને માળીયા પોલીસે અમદાવાદ જેલ હવાલે કર્યો છે.
મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ માથાભારે ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સુચના કરેલ હોય ડીવાયએસપી અતુલકુમારના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ સ્ટેશનના ુીએસઆઇ બી.ડી.જાડેજા તેમજ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને અગાઉ અનેક વખત દારૂના ગુન્હામાં પકડાયેલા જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા દરબાર (ઉ.વ.૪૮) રહે.વિવેકાનંદનગર મોટા દહીંસરા તા.માળીયા(મિં) જી.મોરબી સામે પાસા પ્રપોઝલ તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ સનક્ષ મુકવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટએ મંજુર કરીને જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા દરબારની પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા તેને શોધીને તેની પાસા તળે અટકાયત કરી હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ બોન્જા સીરામીક પાસે રહેતો વિશાલસિંહ રવીન્દ્રસિંહ રાજપૂત નામનો ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવાન આઇસર લઈને માલ ઉતારવા માટે લાલપર નજીક આવ્યો હતો.આઇસરમાંથી માલ ખાલી કરીને તે પરત જતો હતો તે સમયે આઇસરની ટ્રેઇલર સાથે અથડામણ થતાં ઇજાગ્રસ્ત થયેલા વિશાલસિંહને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે ડાઢાની વાડીમાં રહેતો પુનિત ભરતભાઈ હડીયલ નામનો ૧૩ વર્ષીય સગીરવયનો બાળક પોતાના પિતાની પાછળ બાઈકમાં બેસીને જતો હતો તે દરમિયાન રસ્તામાં અકસ્માતે વાહનમાંથી નીચે પડી જતાં ઇજાગ્રસ્ત પુનીતને સારવાર માટે અત્રેની મધુરમ હોસ્પિટલે ખસેડાયો હતો
