મોરબીના પાંચ શિક્ષકોની કૃતિઓને જીસીઆરટી સહિતની શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદોએ પ્રોત્સાહિત કરી
વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ: રાસંગપરનું રામામંડળ આજે મોરબીમાં રમઝટ બોલાવશે
SHARE









વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ
વાંકાનેર પંથકના ખેડૂતો પોતાના ચણાનું ટેકાના ભાવે વેચાણ કરી શકે તે માટે વાંકાનેર ખાતે કેન્દ્ર ન હોય તેઓએ ૫૦ કિલોમીટરનું અંતર કાપીને મોરબી આવું પડે છે..! માટે ખેડૂતોને પડતી આ હાલાકી મુદ્દે અહીંના ગુજકોમાસોલના હોદ્દેદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેર ખાતે ચણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે.વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ટંકારા મુકામે હોય ખેડૂતને હેરાન થવું પડે છે અને ૫૦ કિલોમીટરનું અંતર કાપીને ખેડૂતોએ ટંકારા આવવું પડે છે. તે માટે ગુજકો માર્સલના ડિરેક્ટર તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયાને રૂબરૂમાં વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ ચંદ્રપુર સહકારી મંડળીના પ્રમુખ જલાલભાઈ શેરસીયાએ લેખીત રજૂઆત કરતા આ વાતને ધ્યાને લઇને બે દિવસમાં વાંકાનેરમાં કેન્દ્ર ચાલુ કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ છે.
મોરબીમાં આજે રાતે રાસંગપરનું રામામંડળ રમઝટ બોલાવશે
મોરબીના રવાપર-ઘુનડા પર આવેલી શક્તિ ટાઉનશીપ સામે સાહેબ પેલેસ ખાતે રાસંગપરના જાણીતા રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.સાહેબ પેલેસના મનજીભાઈ હરજીભાઈ આદ્રોજા તેમજ મયુરભાઈ આદ્રોજા પરિવાર દ્વારા આયોજીત આ રામામંડળ આજે તા.૧૬ ને બુધવારના રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. રાસંગપર રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય રીતે પ્રસ્તુતિ કરી રામદેવપીરજીનું જીવન ચરિત્ર રજુ કરશે.રામામંડળ નિહાળવા મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજક મનજીભાઈ આદ્રોજાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.
