મોરબી શહેર માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહિલા ચેરમેન તરીકે મેમુનાબેન બ્લોચની નિમણૂક
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે The Kashmir Files ફિલ્મ જોવાનું આયોજન કરાયું
SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે The Kashmir Files ફિલ્મ જોવાનું આયોજન કરાયું
શિક્ષણની સાથે વિધાર્થીઓના જીવન ઘડતરની બાબતમાં સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના સ્ટાફ તેમજ વિધાર્થીઓ માટે તાજેતરમાં ખુબ જ પ્રખ્યાત બનેલી અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની સત્યઘટના પર બનેલી ફિલ્મ “The Kashmir Files” નિહાળવાનું વિશેષ આયોજન સ્કાય મલ્ટીપ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છેકે આવી પહેલ કરનાર મોરબીની આ પ્રથમ કોલેજ છે. આ આયોજનમા યંગ ઇન્ડિયા ગૃપના દેવેનભાઈ રબારીનો સહકાર મળ્યો હતો. અને આ આયોજનમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને આ તકે કોલેજના પ્રાધ્યાપકો સાથે કોલેજના સૌથી સિનિયર પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા પણ જોડાયા હતા.
