મોરબીમાં અખિલ ભારતીય કોળી સમાજની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ યોજાઈ
મોરબી શહેર માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહિલા ચેરમેન તરીકે મેમુનાબેન બ્લોચની નિમણૂક
SHARE









મોરબી શહેર માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહિલા ચેરમેન તરીકે મેમુનાબેન બ્લોચની નિમણૂક
મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ચેરમેન મહમદ અમી કડિવાર દ્વારા મોરબી લઘુમતી સમાજના મહિલા કાર્યકર અને કોગ્રેસના આગેવાન એવા મેમુનાબેન યુનુસભાઈ બ્લોચની મોરબી શહેર માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂકને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવર, યુસુફભાઈ શેખ, રમેશભાઈ રબારી, મહેશ રાજ્યગુરૂ, કે.ડી. પડસિંબિયા, તેમજ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રીટાબેન ભાલોડીયા, શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ પુષ્પાબેન ભટ્ટ, મોરબી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ નીઘીબહેન લાડોલ વગેરે આગેવાનોએ આ નિમણૂકને આવકાર સાથે અભિનંદન પાઠવેલા છે
