મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની ફરિયાદ નોંધાતાની સાથે આરોપી ઝડપાયો !


SHARE









મોરબી નજીકથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની ફરિયાદ નોંધાતાની સાથે આરોપી ઝડપાયો !

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે દુકાન નજીક પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટિંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા અમિતકુમાર નાનજીભાઇ ફળદુ જાતે પટેલ (ઉ.૩૪) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તા. ૧૦/૧૦/૧૯ ના રોજ રાત્રીના સમયે તેઓએ મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ હોલિસ સિરામિક નજીક ઉમાવંશી દુકાન પાસે તેનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈકની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતો માટે તે પોતાની જાતે બાઈકને શોધતા હતા અને બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસે ચોરીના ગુનામાં પકડેલા આરોપી આશી ગાંડુભાઈ ઉઘરેજા જાતે કોળી (૩૫) રહે, વીસીપર વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપરથી પંચાસર ગામે રહેતા રવિરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (૨૩) નામનો યુવાન પોતાનું એક્ટિવા લઇને પસાર થતો હતો ત્યારે કાર ચાલકે સ્પીડમાં તેનો ઓવરટેક કર્યો હતો જેથી યુવાને આગળ આવીને કાર રોકવી હતી અને આવી રીતે કેમ કાર ચલાવે  છે તેવું પુછતાં કાર ચાલકે પોતાની કારમાંથી લાકડી લઈને રવિરાજસિંહ ઝાલાને માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા રવિરાજસિંહ ઝાલાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

વાંકાનેર તાલુકાની સરતાનપર ચોકડી પાસે આવેલ દુકાન નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોહંમદ સજ્જાદ નામના ૩૧ વર્ષીય રફાળેશ્વર ગામે રહેતા યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે કરવામાં આવે છે અને આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News