મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સ્પામાં કામ કરતી બે યુવતીને સંચાલકે માર માર્યો


SHARE









મોરબીના સ્પામાં કામ કરતી બે યુવતીને સંચાલકે માર માર્યો

મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે આવેલ સ્પામાં નોકરી કરતી બે યુવતીને લેવાના નીકળતા પૈસા બાબતે સ્પાના સંચાલક સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે મારા મારી અન થયેલ હતી જેથી કરીને બે યુવતીઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્પામાં નોકરી કરતી મૂળ સુરતના કામરેજની રહેવાસી નસીમાબેન મારૂભાઈ મુલ્લા (ઉંમર ૨૨) નામની યુવતી અને તેની સાથે બીજી એક યુવતીને સ્પાના સંચાલક પાસેથી તેના રૂપિયા લેવાના નીકળતા હતા જે બાબતે તેની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે મારા મારી પણ થયેલ હતી જેથી ઈજા થઈ હોવાથી બને યુવતીઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી ગઈ

હળવદ તાલુકાના ચિત્રોડ ગામે રહેતી મધુબેન લાલજીભાઈ કાંજીયા (ઉંમર ૪૫) નામની મહિલા ભૂલથી ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News