મોરબીની ભાજપ શાસિત પાલિકાના મહિલા પ્રમુખના પતિ સુપર પાવર !, સમાજના યુવાનને ધમકી: રમેશ રબારી
વાંકાનેરની વોરાવાડમાં યુવાને પોતાના ઘરમાં જ કર્યો આપઘાત
SHARE
વાંકાનેરની વોરાવાડમાં યુવાને પોતાના ઘરમાં જ કર્યો આપઘાત
વાંકાનેરમાં આવેલ વોરાવાડ શેરી નંબર-૬ ની અંદર રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ વોરાવાડ શેરી નંબર-૬ ની અંદર રહેતા અજીજભાઈ જેનુદિનભાઈ લક્ષ્મીધર (ઉમર ૨૪) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને અજીજભાઈના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે