મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૦૯ લાખની ચોરીના ગુનામાં બે મહિલા સહિત ચારની ધરપકડ


SHARE









મોરબીમાં ૧.૦૯ લાખની ચોરીના ગુનામાં બે મહિલા સહિત ચારની ધરપકડ

મોરબીના જૂના બસ સ્ટેશન પાસેથી રીક્ષામા બેઠેલ મુસાફરની નજર ચૂકવીને તેની પાસેથી રોકડા રૂપિયા ૧.૦૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેની ભોગ બનેલા મુસાફરે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષામાં બેસાડી મુસાફરની નઝર ચુકવી રૂપીયા ચોરી કરનાર બે મહિલા સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી

બનાવની જાણવામાં મળતી માહિતી મુજબ ચુડાના જોરાવપરામાં રહેતા અબ્બાસભાઇ દાઉદભાઇ જરગેરાએ મોરબી સિટી એ ડિવિઝન પોઇલ્સ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તે જૂના બસ સ્ટેશન પાસેથી સી.એન.જી રીક્ષામા પેસેન્જર તરીકે બેસેલ હતા ત્યારે પાછળની શીટમા બેઠેલ બે સ્ત્રી તથા એક પુરૂષ એ તેની નજર ચૂકવીને તેની પાસે રહેલ રોકડા રૂપિયા ૧,૦,૯૦૦૦ ની ચોરી કરી છે જેથી કરીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા ચેક કરતાં જે રિક્ષામાં ફરિયાદી બેઠા હતા તે સી.એન.જી રીક્ષા મોરબી શહેરના અલગ અલગ રોડ ઉપરથી પસાર થતી જોવા મળી હતી

ત્યાર બાદ એ ડિવિઝનના રામભાઇ મઢ, ચકુભાઇ કરોતરા તથા તેજાભાઇ ગરચરને સંયુકત હકિકત મળેલ કે મોરબી ધુનડા રોડ તરફથી ચોરીમા ઉપયોગમા લેવાયેલ સીએનજી રીક્ષા શનાળા રાજપર ચોકડીએ આવે છે જેથી તે સી.એન.જી રીક્ષા ચેક કરતા તેમાથી ડ્રાયવર તેમજ બે મહીલા તેમજ એક પુરૂષ મળી આવ્યા હતા અને તેને વિશ્વાસમા લઇ પુછપરછ કરી હતી ત્યારે જુના બસસ્ટેન્ડથી બેઠેલા ફરિયાદી પાસેથી કાઢી લીધેલ રૂપિયા પણ તેની પાસેથી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા અને રિક્ષા મળીને ૧.૫૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા જાતે પટેલ (ઉ.૨૬) રહે. રાજકોટ હાજીડેમ માંડોડુંગર વાળીના પોકેટ કોપમા ગુન્હા સર્ચ કરતાં તે ચોરીઓના ૯ ગુન્હામા સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું

હાલમાં પોલીસે કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા રહે. આજીડેમ માંડો ડુંગર, રાજકોટ, રેખાબેન પ્રતાપભાઇ કિશનભાઇ પરમાર રહે. કુબલીયાપરા શેરીનં .૫ રાજકોટ, મહેશભાઇ જયંતીભાઇ પીઠડીયા રહે. હાથીખાના શેરીનં .૧૬ રામજીમંદીર પાછળ રાજકોટ અને નવઘણભાઇ માત્રાભાઇ મુંધવા રહે. ખોડીયાર પરા રાજકોટ  વાળાનો સમાવેશ થાય છે અને હાલમાં પકડાયેલ કાજલબેન ઉર્ફે રેખાબેન સામે ગાંધીગ્રામમાં ત્રણ, યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં એક, થોરાળા સ્ટેશનમાં એક, જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં એક, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક, જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો અગાઉ નોંધાયેલ છે




Latest News