ટંકારાના ખીજડીયા નજીક બે બાઇક સામસામે અથડાયા મહિલા સહિત બેનાં મોત, બેને ગંભીર ઇજા
મોરબીથી પદયાત્રીઓની સેવા કરવા માટે માટેલના અમરધામ ગયેલા યુવાનને સેવા કેમ્પમાં જ છરીના ઘા ઝીકયા
SHARE
મોરબીથી પદયાત્રીઓની સેવા કરવા માટે માટેલના અમરધામ ગયેલા યુવાનને સેવા કેમ્પમાં જ છરીના ઘા ઝીકયા
મોરબીના યુવાનો દ્વારા વાંકાનેરના માટેલ તરફ જવાના રસ્તા ઉપર અમરધામ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં સેવા કરવા માટે આવેલ યુવાનો ડીજેના તાલે રમતા હતા દરમિયાન એક યુવાનનો પગ ત્યાં આવેલ અન્ય વ્યક્તિનાને અડી ગયો હતો જેથી કરીને તે બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને ગાળો આપી યુવાનને બે શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ છરી વડે તેના પગ અને પેટમાં જમણી બાજુએ ઘા ઝીકવામાં આવેલ હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી સેવા કરવા ગયેલા યુવાનને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીના બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હોળીની રાત્રીએ મોરબી નજીકના માટેલ ગામે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ઘણા બધા દર્શનાર્થીઓ જતા હોય છે ત્યારે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા દર્શનાર્થીઓને નાસ્તા પાણી વગેરે સેવાઓ કરવા માટે થઈને જુદી જુદી જગ્યાઓ પર યુવાનો સહિતના લોકો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવું હોય છે આવી રીતે મોરબીના યુવાનો દ્વારા માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસે એચપીના પેટ્રોલ પંપની પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર રહેતા રાહુલભાઈ રમેશભાઈ બારૈયા જાતે કોળી (ઉંમર ૨૧) તેમજ તેની સાથે અન્ય યુવાનો પણ સેવા કેમ્પમાં ડીજેના તાલે રમતા હતા ત્યારે રાહુલનો પગ મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા આરોપી ચિરાગ ગાંધીને અડી ગયો હતો જેથી કરીને ચિરાગ ગાંધીએ ગાળો આપી હતી અને ત્યારે તેની સાથે રણછોડનગર વિસ્તારમાં રહેતો ભોટીયો મોચી પણ આવ્યો હતો અને બંનેએ રાહુલને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ચિરાગ ગાંધીએ રાહુલને પકડી રાખતાં ભોટીયો મોચીએ તેની પાસે રહેલી છરી વળે રાહુલને પગ અને પેટાના ભાગે એક એક ઘા ઝીંકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી રાહુલને સારવાર માટે લાવ્યા હતા અને ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મોરબીના બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
દેશીદારૂની ભઠ્ઠી
માળીયા તાલુકાના નવાગામે સરકારી શાળાની સામે બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો અને ૧૨ લિટર તૈયાર દેશી દારૂ તેમજ અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે ૧૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂની ભઠ્ઠી મુસ્તાક બાબાભાઈ કટિયા રહે. નવાગામ વાળાની હોવાનું સામે આવતા આરોપી સ્થળ પર હાજર ન હોય તેને પકડવા માટે તજીવીજ શરૂ કરી છે
દારૂના ૧૬ ચપલા ઝડપાયા
માળીયાના સુલતાનપુર ગામે રહેતા શખસના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રહેતા વિભાભાઈ બચુભાઈ રણેવાડીયા જાતે કોળી (ઉંમર ૪૮) ના રહેણાંક મકાનની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘામાંથી દારૂના ૧૬ ચપલા મળી આવ્યા હોય પોલીસે ૯૬૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી