મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો
મોરબીમાં હોળી ફરતે રમતા સમયે દાઝી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE









મોરબીમાં હોળી ફરતે રમતા સમયે દાઝી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતો વિશાલ દલપતભાઈ ચૌહાણ નામનો ૨૭ વર્ષીય યુવાન ઘર નજીક દાઝી ગયેલી હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.વધુમાં મોરબી ડિવિઝન બી ડિવિજન પોલીસ મથકના એએસઆઇ વશરામભાઇ મેતાના જણાવ્યા પ્રમાણે વિશાલ ચૌહાણ નામનો યુવાન અન્ય યુવાનોની સાથે હોળીની ફરતે રમતો હતો તે દરમિયાનમાં પગમાં ઠેસ આવતા તે હોળીમાં પડી ગયો હતો.છાતીના ભાગે દાઝી જવાથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા જીલુભાઇ રાયમલભાઈ નાગાણી વાંજા નામના ૪૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.
નજીવી વાતે મારામારી
મોરબીના વીસીપરા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી થઈ હતી અને આ સામસામી મારામારીના બનાવમાં કાનજીભાઈ સામતભાઈ ઇન્દરીયા (૪૨), રમેશ ચીના ઇન્દરીયા (૩૨), સુનીલ ચીના ઇન્દરીયા (૨૨), હેતલબેન સંજયભાઈ ઇન્દરીયા (૨૩) અને કાનજી મેરૂ જાસલીયા (૮૦) તેમજ સુનિલ કાનજી જાસલીયા (૨૫) ને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતાં બીટ જમાદાર વી.ડી.મેતાએ તપાસ કરતાં ખુલ્યુ હતુ કે સાંકડી શેરીમાંથી બાઈક લઈને જતા સમયે બાઈક ખુરશીની સાથે અથડાયું હતું અને ખુરશીમાં બેઠેલા બાળકને નજીવી ઈજા થતાં તે વાતને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં સામાન્ય મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા.તે રીતે જ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અબ્દુલ હુસેન જીંગીયા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઘેર ફિનાઇલ પી લેતા તેને પણ સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જૂની કુબેર સિનેમા પાસે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં પ્રદીપભાઈ પટેલ નામના યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.
