મોરબીના બેલા ગામ પાસે બેભાન હાલતમાં મળેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE









મોરબીના બેલા ગામ પાસે બેભાન હાલતમાં મળેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલા સોમનાથ પેટ્રોલ પંપ નજીક ક્લેસ્ટોન સિરામીક નામના કારખાનાની પાસેથી ગઈકાલે તા.૧૮-૩ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં મળી આવેલા દિલીપભાઈ સોલંકી નામના યુવાનને અહીંના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના મકનસર ગામના રહેવાસી અજય ચંદુભાઈ ઝિંઝુવાડીયા નામના ૨૫ વર્ષીય યુવાનને રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન કમલેશભાઈ ખાંભુ નામની ૩૦ વર્ષીય મહિલા આમરણ નજીક બાઇકમાંથી નિચે પડી જતા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવી હતી.
ડૂબી જતાં સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર નવા જાંબુડિયા ગામ પાસે કોમેન્ટ સીરામીક નામના કારખાનાની નજીક આવેલ પાણીના ખાડામાં ડૂબી જતા પાણી પી જવાથી ગોલું મહેશભાઈ પરમાર નામના ૨૦ વર્ષના યુવાનને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના પાનેલી ગામની રહેવાસી શિલ્પાબેન દિનેશભાઈ ડાભી નામની અઢાર વર્ષીય યુવતી માધાપર બાજુ વાડી વિસ્તારમાં જતી હતી ત્યારે રાધે-ક્રિષ્ના સ્કૂલ પાસે તેમના બાઇકને કોઇ કાર ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં શિલ્પાબેન ડાભીને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે ખસેડવામાં આવતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
