મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય
SHARE









મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય
મોરબીમાં રહેતા જગદીશ વણોલ અને તેની ટીમ દ્વારા ઈમરજન્સી બ્લડની જરૂર કોઈને પણ હોય તો તાત્કાલિક તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ ૨૨ વર્ષનો યુવાન આ સેવામાં સતત અગ્રેસર રહે છે જે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે.
જગદીશ વણોલના ગ્રુપમાં ૨૦૦ જેટલા સભ્યો છે જેમાં કોઈપણ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોય ત્યારે વ્યવસ્થા થઈ જાય છે વણોલ જગદીશ જેઠાભાઈનું આ સેવા કાર્ય અનેક યુવાન માટે પ્રેરણાદાયી બને છે અને અનેક લોકોને લોહી આપી તેને તેમજ તેના ગ્રુપે માનવતા મહેકાવવાનુ કાર્ય કર્યું છે અને કોઈને તાત્કાલિક કોઈપણ ગ્રુપના લોહીની જરૂર હોય તો જગદીશ વણોલ ૯૫૧૦૩ ૭૬૪૧૧, નરોત્તમભાઈ ૯૭૨૫૪ ૫૩૬૪૨ અને ઉપસરપચ રસિકભાઈ ૭૬૦૦૫ ૮૩૩૭૭ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
